અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ, એકનું મોત, રાજ્યભરમાં પોઝિટિવ કેસનો આંકડો 58એ પહોંચ્યો, મૃત્યુઆંક 5
અમદાવાદ: ગઈકાલે (શનિવારે) રાજ્યમાં 55 પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો 58 પર પહોચ્યો છે. ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો. આજના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંકડો 5 પર પહોંચ્યો છે.
મહિલા 2 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામી, લોકોએ કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ કર્યો
અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે શનિવારે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ મહિલાએ વિદેશ પ્રવાસ કર્યાની કોઈ હિસ્ટ્રી નથી. અર્થાત્ મહિલાને કોરોનાનો ચેપ સ્થાનિક સ્તરેથી જ લાગ્યો હોવાનું મનાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ મહિલાને ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ કરી રહ્યું છે. મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે. શ્વાસ લેવામાં તકલીફને કારણે તરત વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મહિલા હાયપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડાતી હતી. શનિવારે જે ત્રણ પોઝિટિવ કેસ આવ્યા તેમના સંપર્કમાં આવેલા 40ને ક્વોરન્ટાઈનમાં મુકાયા છે.
દાણીલીમડા પાસેના કબ્રસ્તાનમાં દફનાવી
આસ્ટોડિયાની મહિલાની દફનવિધિ બહેરામપુરાના છીપા કબ્રસ્તાનમાં કરવા ગયા ત્યારે ટોળા ભેગા થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. અંતે મ્યુનિ.એ દાણીલીમડા ચાર રસ્તા પાસેના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરી હતી.
દફનવિધિ માટે 10 ફૂટ કબર ખોદવામાં આવી
મહિલાની દફનવિધિ માટે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમજ તેના પરિવારજનોને પણ મહિલાના મૃત શરીર પાસે જવા દેવામાં આવ્યા ન હતા. તબીબો અને એસવીપી હોસ્પિટલના સ્ટાફના સભ્યો દ્વારા જ આ સંપૂર્ણ દફન વિધિ કરવામાં આવી હતી. તેમાં પણ મહિલાના મૃત શરીરને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને લાવવામાં આવ્યું હતું. સાથે તે બેગમાં કેટલાક ચીજો એવી પણ મૂકવામાં આવી હતી જેથી તેનું બોડી જલદીથી ડીસ્પોઝ થઇ શકે. મહિલાના મૃત શરીરને 10 ફૂટ ઉંડા ખાડામાં ઉતાર્યા બાદ તેના પર માટી નાંખી દેવામાં આવી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…