Placeholder canvas

કાલથી વાંકાનેર-મોરબી વચ્ચે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો દોડશે…

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા 14 એપ્રિલ, 2022 થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1) ટ્રેન નંબર 09444 મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશિયલ (દૈનિક) ટ્રેન નંબર 09444 મોરબી – વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ બપોરે 13.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.50 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર, મકનસર અને ઢુવા સ્ટેશન પર ઉભી રહેશે.

2) ટ્રેન નંબર 09563 વાંકાનેર-મોરબી ડેમુ સ્પેશિયલ (દૈનિક) ટ્રેન નંબર 09563 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ બપોરે 12.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન ઢુવા, મકનાસર, રફાલેશ્વર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.

ટ્રેનના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોએ રેલવેની વેબસાઇટની મુલાકાત લવી.

આ સમાચારને શેર કરો