Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વહીવટદાર મુકાયા…!!

વાંકાનેર: ઘણા સમયથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નો મુદ્દો હાઈકોર્ટમાં ચાલતો હતો. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થયા બાદ પ્લાસ, તીથવા અને પંચાસિયા ગામની સહકારી મંડળીના મતો અલગ કવરમાં સીલ પેક કરાયા હતા અને આ ઉપરાંત બીજા અન્ય મુદા હાઈકોર્ટમાં ચાલતા હતો.

વધુમાં મળેલી માહિતી મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વહીવટી બોડીની મુદત પૂરી થઈ ગઈ છે અને નવી ચૂંટણીનું પરિણામ વિવાદને કારણે હજુ જાહેર થઇ શકયું નથી. ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વહીવટદાર મુકી દેવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ આજે સવારે 9 વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગરના એ.ડી.આર. બિમલ પટેલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડનો ચાર્જ લઈ લીધો છે. હવે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વહીવટી નિર્ણયો વહીવટદાર સંભાળશે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
વહીવટદાર : બિમલ પટેલ

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો