Placeholder canvas

સૌરાષ્ટ્ર-ગુજરાત પર હજુ ૧લી મેં સુધી માવઠા મોકાણ રહેશે!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે રાજયમાં ફરી પડી રહેલા માવઠા વચ્ચે ગઈકાલે પણ ઠેર ઠેર વરસાદ પડયો હતો જયારે આજે પણ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલીમાં વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

ત્યારે આજરોજ પણ સવારથી જ સૂર્યદેવ અને વાદળો વચ્ચે સંતાકુકડીની રમત ચાલુ રહી હતી. આજે બપોરે 2-30 કલાકે શહેરનું તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજ 42 ટકા રહ્યો હતો તેમજ બપોરે પવનની ઝડપ 10 કી.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દક્ષિણ પાકિસ્તાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર સાયકલોનિક સર્કયુલેશન સર્જાયું છે. આથી હજુ તા.1લી મેં સુધી ઠેર ઠેર માવઠા વરસતા રહેશે. તેમજ તા.1લી મેં સુધી ગરમીમાં પણ રાહત રહેશે. અને મોટાભાગના સ્થળોએ મહતમ તાપમાન 35થી 27 ડિગ્રી વચ્ચે નોંધાશે.

આ સમાચારને શેર કરો