Placeholder canvas

ગણિત અને વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક્સ મેળવતી પાંચદ્વારકાની ઇશરતબાનું બાદી

વાંકાનેર: આજે ધો.10 નું રિઝલ્ટ જાહેર થયું તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો છે. અમુક વિધાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. વાંકાનેરના ટોપટેનમાં ૧૦ સ્થાનમાં ૧૬ વિધાર્થીઓનો સમાવેશ થયો છે.

આવી જ એક પાંચદ્વારકા ગામની વિદ્યાર્થિની અને ખેડૂત પુત્રી બાદી ઇશરતબાનું ઈકબાલભાઈએ વાંકાનેર ટોપ-૧૦માં ચોથા ક્રમ મેળવ્યો છે.પરંતુ મહત્વની વાત એ છે કે તેમને વિજ્ઞાન અને સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ મેળવેલ છે.

ઇશરતબાનું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે, તેમના પિતા પાંચદ્વારકા ગામમાં રહીને ખેતી કરે છે. તેમના કાકા યાકુબભાઈ બાદી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં લેબ ટેકનિશિયન તરીકે કાર્યરત છે.

ઇશરતબાનું અને પરિવારને અભિનંદન

આ સમાચારને શેર કરો