Placeholder canvas

મંદિરની વાવ પરની છત તૂટી પડતા13નાં મોત.

રામનવમીએ હવન કરી રહેલા લોકો 40 ફૂટ નીચે પડ્યા

ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા, જેમાં મહિલા, પુરgષ અને બાળકો પણ સામેલ છે. 13 લોકોનાં મોત થયાં છે. 17 લોકોને વાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાવમાં ચારથી પાંચ ફૂટ પાણી છે અને બાકી પથ્થર અને કાંપ છે.

મળતી માહિતી મુજબ, સ્નેહનગર પાસે પટેલનગરમાં મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. અહીં ભક્તો પગથિયાંની છત પર બેઠા હતા. દરમિયાન છત અંદર પડી ગઈ હતી. કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ સહિત તમામ MIC સભ્યો મિટિંગ છોડીને સ્થળ પર પહોંચી રહ્યા છે. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે. કન્યા પૂજનનો કાર્યક્રમ હતો એટલે મંદિરમાં ભક્તોની ભીડ વધુ હતી.

આ સમાચારને શેર કરો