Placeholder canvas

આવતીકાલે ધો.12 (સામાન્ય પ્રવાહ)નું પરિણામ

સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પરથી જાહેર થશે: વોટસએપ મારફત પણ મળશે

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા.31મીએ જાહેર કરવામાં આવશે. શિક્ષણબોર્ડની આ જાહેરાતને પગલે વિદ્યાર્થીઓમાં ઉતેજના છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયા પ્રમાણે આવતીકાલે સવારે 8 વાગ્યે ધો.12ના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉતર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમના પરિણામ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.31/05/2023ના રોજ સવારના 8.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંકનો વોટ્સએપ કરી મેળવી શકશે.

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને L.C. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો