Placeholder canvas

રાજકોટ: રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ મણીયાર કવાર્ટરનું સવારથી ડિમોલીશન શરૂ…

રાજકોટ: કાલાવડ રોડ પર સૌરાષ્ટ્ર હાઈસ્કુલ સામે આવેલા 40 વર્ષ જુના અને જર્જરીત અરવિંદભાઈ મણીયાર કવાર્ટર ખાલી કરાવીને તોડવાની પેન્ડીંગ કામગીરી અંતે આજે સવારથી શરૂ કરાઈ હતી. રીડેવલપમેન્ટ યોજના હેઠળ ખાનગી બિલ્ડરને આ જગ્યા ખાલી કરીને મનપાએ કંપનીને સોંપવાની છે. 237 પૈકી હાલ 37 આસામીનો સામાન ત્યાં હતો અને કોર્ટમાં ગયેલા 11 વ્યક્તિ ફલેટ ખાલી કરતા ન હતા. પરંતુ સ્ટે ન હોવાથી આજે મનપાએ બાકી જગ્યા ખાલી કરાવી હતી.

પાછળ બિલ્ડરે જુના બાંધકામ તોડવાનું શરૂ કર્યુ હતું. અમુક પરિવારે જગ્યા ન છોડતા સામાન્ય રકઝક થઈ હતી. બાદમાં સૌએ વાહનમાં સામાન ફેરવ્યો હતો. સવારે એકંદરે શાંતિથી આ કાર્યવાહી થઈ હતી. જેમાં જેસીબીથી તોડાતું બાંધકામ, બંધ રસ્તા પર વાહનોના ખડકલા, લોકોના ટોળા જોવા મળે છે. પોલીસ પુરા રસ્તા પર બંદોબસ્તમાં રહી હતી તો અમુક પરિવારોને સમજાવટ પણ કરી હતી.

આ સમાચારને શેર કરો