આજે 124 શિક્ષિત બેરોજગારો મોરબી-માળીયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા
મોરબી : ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં આજે શિક્ષિત બેરોજગાર અને ખાસ કરીને એલઆરડી જવાનોની ભરતીના આંદોલનકારીઓએ સરકાર સામે ગાંધીગીરીનું અહિંસક શસ્ત્ર ઉઠાવ્યું છે.
યુવા બેરોજગાર સમિતિના અધ્યક્ષ દિનેશ બાંભણીયા ગઈકાલે જ મોરબી પહોંચ્યા હતા. આજે 124 બેરોજગાર યુવાનો આજે 11 વાગ્યે ડેપ્યુટી કલેકટર પાસે પહોંચી ચૂંટણી લડવા માટેના ફોર્મ ઉપાડવા પહોંચી ગયા છે.