વાંકાનેર: ઢુવા પાસે યુવાનને માર મારી પૈસા ભરેલો થેલો ઝૂંટવવાની કૌશિષ કર્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર નજીક યુવાનને માર મારી પૈસા ભરેલો થેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈક પર આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ યુવાનને રસ્તામાં આંતરી લૂંટની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરના જુના ઢુવા ગામે રહેતા અને નોકરી કરતા ઇકબાલભાઇ હસનભાઇ સીપાઇ (ઉ.વ. ૨૯) નામના યુવાને અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે રાત્રીના ફરીયાદી પોતાની ઓફીસથી પોતાનુ મોટર સાયકલ લઇને ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં સામેથી જી.જે.-૩૬-જે-૧૮૭૪ નંબરના બાઈક પર આવેલ અજાણ્યા ત્રણ ઇસમોએ અચાનક ફરીયાદીને ધોકો મારી બાઈક પરથી નીચે પાડી દીધા હતા. તેમજ આરોપીઓએ ફરીયાદીને ધોકા વડે શરીરે મારમારી બંને હાથે ફેકચર કરી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી પાસે રહેલ પૈસા ભરેલ બેગ પડાવવાની કોશીષ કરી હતી. યુવાને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •