Placeholder canvas

વાંકાનેર: સ્વીફ્ટ કારમાંથી 120 બોટલ અંગ્રેજી દારૂ પકડાયો.

વાંકાનેર: પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ એન.એ.વસાવા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હતા.

એ દરમ્યાન પોલીસ કોન્સ જગદીશભાઈ ચીકાભાઈ ગાબુ તથા બાબુલાલ વાજીભાઈ દૂધરેજીયાનાઓ ને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ કે, થાન બાજુથી એક સ્વીફટ કાર રજી.નં-GJ-03-FK-0911 વાળીમા ઈંગ્લીશદારૂ ભરીને આવે છે તેવી ચોક્કસ હકીકત આધારે ગાડીની વોચ તપાસમા હતા તે દરમ્યાન સદર ગાડી હશનપર રેલ્વે ફાટક પાસે રોડ ઉપર આરોપી ગાડી મુકી નાશી ગયેલ હોય જેમા ભારતિય બનાવટ પરપ્રાંતિય ઈગ્લીશ દારૂ ની 750 M.L બોટલો નંગ-૧૨૦ કી.રૂ.૪૫૦૦૦/- તથા સ્વીફટ કાર રજી.નં-GJ-03-FK-0911 કી.રૂ.૨૦૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૨૪૫૦૦૦/- મળી આવેલ છે.

વાંકાનેર સીટી પોસ્ટ માં પ્રોહી કલમ ૬૫એઈ,૧૧૬બી,૯૮(૨) મુજબ ગુનો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા પો.હેડ.કોન્સ વાલજીભાઈ રામજીભાઈ પરમાર તથા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ જગદીશભાઈ ચીકાભાઈ ગાબુ તથા આનંદભાઈ ખીમજીભાઈ દેગામા તથા મુકેશભાઈ હકુભાઈ વાસાણી તથા બાબુલાલ વાલજીભાઈ દુધરેજીયા તથા પરબતકુમાર ખોડાભાઈ માર્યા જોડાયેલ હતા.

આ સમાચારને શેર કરો