Placeholder canvas

વાંકાનેરમાં કારની અંદર 60 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર: પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ એન.એ.વસાવા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર સ્વોપ્નોલોક સોસાયટીમા મારૂતી કંપનીની ગાડી રજી.નંબર-GJ-01-KG-3282 વાળીમા ઈંગ્લીશદારૂ ભરેલ પડેલ છે તેવી ચોક્કસ હકીકત આધારે સદર ગાડી તથા મજકુર ઈસમ ભારતિય બનાવટ પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂ ની 750 M.L બોટલો નંગ-૬૦ કી.રૂ.૨૨૫૦૦/- તથા એસ્ટાર ગાડી રજી.નંબર GJ-01-KG-3282 કી.રૂ.૧૫૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૧૭૨૫૦૦/- મળી આવતા વાંકાનેર સીટી પોસ્ટે માં પ્રોહી કલમ ૬૫એઈ,૧૧૬બી,૯૮(૨) મુજબ ગુનો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :-

લક્ષ્મણદેવસિંહ ઉર્ફે લખુભા સુખદેવસિંહ રાણા જાતે-દરબાર ઉવ.૪૩ ધંધો-પ્રા.નોકરી રહે.વાંકાનેર સ્વોચ્નોલોક સોસાયટી મકાન નં-૬ તા.વાંકાનેર જી.મોરબી

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-

પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા તથા પો.હેડ.કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા હરદીપસિંહ અશોકસિંહ ઝાલા તથા પો.કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા મુકેશભાઈ હકુભાઈ વાસાણી તથા શકિતસિંહ જનકસિંહ જાડેજા તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી નાઓ જોડાયેલ હતા.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો