Placeholder canvas

શુ તમે બિઝનેસને શરુ કરવા માંગો છો? ચાલુ બિઝનેસને વિકસાવવા માંગો છો? તો જોડાવ ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં

શુ તમે ઉધોગ /ધંધો શરુ કરવા માંગો છો ? તમારો ઉધોગ /ધંધો વધારે મોટો કરવા માંગો છો ? તો ગુજરાત સરકાર દ્વારા સંચાલિ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનના વાંકાનેરમાં યોજાનાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં જોડાવ…
જો તમારી ઈચ્છા કોઈ પણ ઉધોગ/ધંધો કરવાની હોય તો સરકાર દ્વારા અપાતી આ તાલીમ અચૂકપણે લેવી જોઈએ. EDP નવો વ્યવસાય શરુ કરવા માંગતા હોય કે હાલના ધંધાને નવી ઉંચાઈ આપવા માંગતા હોય તેવા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તાલીમાર્થી ભાઈ-બહેનો માટે છે. વહેલાં તે પહેલાં ધોરણે લેવામાં આવશે.
આ તાલીમમાં ઉધોગને લગતા મહત્વના પાસાઓ જેવા કે … કયો ઉધોગ શરુ કરવો? – કેવી રીતે શરુ કરવો? – ઔધોગિક તકો – ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની માહિતી – – કયા ઉધોગ માટે કઈ યોજના લાગુ પડે છે?-બેંકમાંથી લોનની કાર્યવાહી – હિસાબી વ્યવસ્થા- માર્કેટીંગ મેનેજમેન્ટ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવો – વિગેરે…વિશે નિષ્ણાંતો દ્વારા જરુરી જ્ઞાન, વ્યવસ્થિત માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન
આ તાલીમમાં કોણ જોડાઈ શકે ?
તાલીમમાં કારીગરો/નોકરિયાતો/મહિલાઓ/બેરોજગારો – જેઓ પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ સ્થાપવા તીવ્ર ઈચ્છાશક્તિ અને દૃઢ મનોબળ ધરાવતા હોય તેમજ સખત પરિશ્રમ કરવા તૈયાર હોય તેઓ આ તાલીમી કાર્યક્રમમાં જોડાઈ શકે છે.
ફિ નું માળખું…
➡️ એસ.સી./એસ.ટી./એક્સ આર્મી/ વિધવા :- રૂ.25/-
➡️ ઓ.બી.સી./જનરલ સ્ત્રી :- રૂ.200/-
➡️ ઓ.બી.સી./જનરલ પુરુષ :- રૂ.500/-
➡️ પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો. :-
એસ.પી.મહિલા મંડળી.
C/O ઇસ્માઇલભાઈ શેરસીયા
આર.ડી.સી.બેન્ક ની બાજુમાં, દાણાપીઠ ચોક, વાંકાનેર.
(સમય:- સાંજે 4 થી 6)
મો. 99130 66567
83205 47451
આ સમાચારને શેર કરો