skip to content

પ્રેમી પંખીડાની પોલિસ સ્ટેશનમાં આપઘાતની કોશીષ: પ્રેમિકાનું મોત, પ્રેમી ગંભીર

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રેમી પંખીડા મૂળ કચ્છના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી હતા અને ગઈકાલે બંને ઘરેથી ભાગી રાજકોટ પહોંચ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી બન્ને પ્રેમી પંખીડાને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અંદર નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડવામાં આવ્યા હતા અચાનક પ્રેમી પંખીડાએ અંદરથી દરવાજો બંધ કરી પોત પોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પ્રેમીને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો