Placeholder canvas

જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજ અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું, જે હવે મૌકૂફ રહેશે.

ચૂંટણીપંચના નિર્દેશ બાદ ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને પરીક્ષા સ્થગિત રખાઈ છે. જોકે 8-9 મેની પરીક્ષા યથાવત્ રહેશે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે. 5554 જગ્યા માટે પરીક્ષા ચાલી રહી છે. જેની પરીક્ષા પૂરી થઈ છે તેણે ફરીથી પરીક્ષા નહીં આપવી પડે. ચૂંટણી પછી બાકી ઉમેદવારોની પરીક્ષા યથાવત્ રહેશે.

આ સમાચારને શેર કરો