Placeholder canvas

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ

મોરબી : પતિ સાથે ઝઘડો થયા બાદ ઘરેથી નીકળી ગયેલી મૂળ ઝારખંડ રાજ્યના રહેવાસી મહિલાનું કાઉન્સિલિંગ કરી મોરબી અભયમ ટીમે સમજાવટથી પતિ સાથે મિલન કરાવ્યું હતું.

ગઈકાલે તારીખ 18 એપ્રિલના રોજ એક વ્યક્તિએ 181માં ફોન કરીને એક મહિલાને મદદની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી મોરબી 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ મહિલા સુધી પહોંચ્યા હતા અને સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ મહિલા અહીં એકલા બેઠા છે. પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, તેઓ મૂળ ઝારખંડના છે અને મોરબીમાં તેઓ કંપનીમાં કામ કરવા માટે પતિ અને ભાઈ સાથે આવ્યા છે. પરંતુ તેઓને પતિ સાથે ઝઘડો થતા તેઓ ઘરે જાણ કર્યા વગર નીકળી ગયા છે. તેથી અભયમની ટીમે મહિલાનું કાઉન્સિલિંગ કર્યું હતું અને સમજાવીને તેમના પતિનો સંપર્ક કરીને પતિને સોંપવામાં આવ્યા હતા. આ તકે મહિલાના પતિએ મોરબી 181 અભયમની ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો