Placeholder canvas

એ હવે સ્વેટર, જર્સી અને ધાબળા કાઢી રાખજો…

જો રાત્રે ઘરે પાછું ફરવામાં મોડું થાય એવું હોય તો ગરમ વસ્ત્રો સાથે લઈ જવાનું ભૂલશો નહિ…

રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે ત્યારે દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ અનુભવાય છે તેમજ ઠંડા પવનો ફૂંકાવાને કારણે હવે દિવસે ઘરમાં પંખાની જરૂરિયાત અનુભવાતી નથી. તો રાત પડતા જ મોટા ભાગના જિલ્લામાં ઠંડક વર્તાવા લાગે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે ત્યારે રાત્રે હળવી ઠંડીનો અનુભવ થશે. ત્યારે મહિસાગર ખેડા, મહેસાણા, સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન વાતાવરણ 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે અને તેના કારણે ઠંડી વધુ પડશે. હવે સાંજે બહાર જાવ તો ગરમ વસ્ત્રો જરૂર સાથે રાખવા પડશે, કારણ કે સાંજ પડતાં જ ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ જશે.

આ સમાચારને શેર કરો