Placeholder canvas

અનોખો પ્રચાર: કોંગ્રેસે ગેસના બાટલા સાથે તો ‘આપ’નો સાવરણા સાથે પ્રચાર

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર 6 દિવસ બાકી છે અને પ્રચાર માટે માત્ર 4 દિવસ જ છે. ત્યારે રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ અને આપનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે. કોરોનાકાળમાં પ્રચાર માટે સોશિયલ ડિસ્ટન્સ, નાઇટ કર્ફ્યૂ સહિતની અનેક સમસ્યાઓ છે. ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો અને કાર્યકરો પ્રચારમાં મતદારોનું ધ્યાન આકર્ષવા અવનવા નુસ્ખા અજમાવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો માથા પર ગેસના બાટલ ઉંચકી પ્રચાર કર્યો તો આપના કાર્યકરો સાવરણા સાથે પ્રચાર કરતા નજરે પડ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવારો સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે ત્યારે લોકોની વચ્ચે મોંઘવારીનો મુદ્દો લઈને જઇ રહ્યાં છીએ. બાટલો લઈને પ્રચારમાં પ્રચાર કરી રહ્યા એ. હાલ પેટ્રોલના ભાવ 85.73 અને ડીઝલના ભાવ 84.94 રૂપિયા પહોંચ્યો છે. મોદી સરકાર પ્રજા પર ભાવવધારો લાદી રહી છે. સતત ભાવ વધતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

કોંગ્રેસના આ અનોખા પ્રચાર બાદ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ઉમેદવારો સાવરણા લઈને રોડ-રસ્તામાં સાફ- સફાઈ કરીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. પોતાના આ પ્રચાર અંગે આમ આદમી પાર્ટીના કાર્યકર કહેવું છે કે ગુજરાતમાં 25 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે, આ શાસનમાં લોકોને વિકાસના નામે છેતરવામાં આવ્યા છે, એ પહેલા કોંગ્રેસે તો કંઈ કામ જ નથી કર્યુ, આવા નિષ્ફ્ળ અને નિષ્ક્રિય પક્ષના ગંદા રાજકારણનો સફાયો કરવા અમે સાવરણા લઈને નીકળ્યા છીએ. અમારા પક્ષનો દરેક ઉમેદવાર શિક્ષિત છે. અમે લોકોની સેવા કરવા માટે જ કાર્ય કરશું અને હાલ અમને જનતાનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો