Placeholder canvas

વાંકાનેર: તીથવા તાલુકા પંચાયતની સીટ પર આહમદભાઇ સેન્ટીંગવાળાની મજબૂત રાજકીય છત ભરાશે

વાંકાનેર: તાલુકા પંચાયતની તીથવા સીટ ઉપર કુલ ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યાં કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત બે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં અહમદ ભાઇ સેન્ટીંગવાળા મજબૂત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે.

આહમદભાઇ સેન્ટીંગવાળા ગામના એક સામાજીક આગેવાન છે, સાથોસાથ તેઓ કોંગ્રેસ સાથે સતત જોડાયેલા હતા. પરંતુ કોંગ્રેસ પક્ષે તેમની અવગણના કરતા હોવ આ વખતે તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

હાલની પરિસ્થિતિ જોતા અહમદભાઇ સેન્ટીંગવાળા એ ગામના સૌથી લોકપ્રિય ઉમેદવાર છે, એમની છબી બિનવિવાદાસ્પદ વ્યક્તિની છે. તેમજ શક્ય બને તો કોઈને મદદ કરવી અને ક્યારેય કોઈને નડવું નહીં અવા સિદ્ધાંત સાથેનું જાહેર જીવન છે.

મળેલી માહિતી મુજબ અહમદભાઈનું ફોર્મ પાછું ખેંચવા માટે પ્રયત્નો થયા હતા પપરંતુ પરિસ્થિતિ અંદેશો આવી જતા તેમને તેની પણ વ્યવસ્થા કરી લીધી હતી. આજે તેઓ આહમદભાઈને તીથવા તાલુકા પંચાયતના મજબૂત ઉમેદવાર ગણવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સેન્ટીંગ કામ કરનાર આહમદભાઇની આ ચૂંટણીથી મજબૂત રાજકીય છત ભરાશે. બાકી તો મતદાર જ રાજા

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો