Placeholder canvas

રાજકોટ: ફ્રાન્સથી આવેલા યુવકને શંકાસ્પદ જણાતા આઈસોલેશનમાં દાખલ કરાયો.

રાજકોટ: સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહેલા ખતરનાક કોરાના વારસે સૌરાષ્ટ્રમાં પણ દસ્તક દઈ દીધા છે. જામનગરમાં મસ્કતથી આવેલા ત્રણ વ્યકિતઓનો કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવી ગયો છે.
દરમ્યાન રાજકોટ શહેરમાં પણ ફ્રાન્સથી આવેલા એક 26 વર્ષનાં યુવાનને કોરોનાની શંકાએ આઈસોલેશન વોર્ડમાં રખાયો છે. આ યુવકને કોરોના છે કે નહીં? તે અંગેનો રીપોર્ટ આજે સાંજ સુધીમા આવી જાય તેવી શકયતા છે.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટમાં ફ્રાન્સથી આવેલા યુવાનની તબિયત અસ્વસ્થ હોય તેને પ્રાથમિક નિદાનમાં કોરોનાના લક્ષણો જણાતા શંકાસ્પદ કોરોના કેસનાં આ દર્દીને સિવિલ હોસ્પીટલના આઈસોલેશન વોર્ડમાં રખાયેલ છે. તેમજ જામનગરમાં પણ દુબઈ-મસ્કતથી આવેલા પરિવારનાં યુવક-બાળકી સહિત ત્રણને કોરોના વાયરસનાં લક્ષણો જણાતા તેઓને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા જેમાં આ ત્રણે વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાનાં પડધરીમાં રહેતા 42 વર્ષીય મહિલાને સ્વાઈન ફલુ પોઝીટીવનો રીપોર્ટ આવતા તેઓને પણ હોસ્પીટલે ખસેડાયા છે. મળેલ માહિતી મુજબ રાજકોટ શહેરમાં 107 મળી જિલ્લામાં તાજેતરમાં 161 લોકો વિદેશની મુસાફરી કરીને આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં 54 વ્યકિતઓને કોઈ લક્ષણો જણાયા નથી અને અન્ય 53, જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રના નિરીક્ષણ હેઠળ છે. અને આજ રીતે જિલ્લામાં 15 દર્દીઓને નિયત સમયમાં લક્ષણો જણાયા નથી અને 39 નિરીક્ષણ હેઠળ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો