રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજી બેઠક માટે નરહરિ અમીનને મેદાને ઉતાર્યા…
શું ભાજપ પાટીદાર ઉમેદવાર થકી ત્રીજી બેઠક જીતી શકશે? કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પર પસંદગી ઉતારી,
ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી આગામી 26 માર્ચના રોજ યોજાશે. ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ અગાઉ ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા વકીલ અભયભારદ્વાજ અને સાબરંકાઠાના રમીલા બારાની પસંદગી કરી હતી. જોકે, આ ચૂંટણીના સૌથી રસપ્રદ તબક્કાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે ભાજપે ત્રીજી બેઠક પર પણ દાવ ખેલવાનું નક્કી કર્યુ છે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.. ધારાસભ્યોના સંખ્યાબળની દૃષ્ટીએ બંને પક્ષો રાજ્યસભામાં બંને પક્ષો બે બેઠકો જીતી શકે તેમ છે. આ સ્થિતિમાં ભાજપે નરહરિને મેદાને ઉતારતા હવે રસાકસી થશે.
નરહરિ અમીન શુક્રવારે બપોરે 12.39 વાગ્યે ફોર્મ ઉપાડશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદાર ઉમેદવારને પસંદ કરી અને એક કાંકરે અનેક પક્ષીઓ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી અગાઉથી જ ત્રણ બેઠકો પર ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી ચુકી હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક પણ યોજાઈ ગઈ છે, આમ આ ચૂંટણીમાં પણ અગાઉની રાજ્યસભાની ચૂંટણી જેવી રસાકસી જોવા મળશે તે નિશ્ચિત છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અનેક સમયથી ભારતીય જનતા પાર્ટીના અનેક ઉમેદવારોના નામો ચર્ચામાં હતા. જોકે, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીએ જાહેર કરેલી ઉમેદવારોની યાદીમા જૂના તમામ નામો કપાતા અટકળોનો પૂર્ણ વિરામ લાગ્યો છે.