Placeholder canvas

વાંકાનેર: કિડ્ઝલેન્ડ સ્કૂલનાં 11 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં ચમક્યા

વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સંસ્કાર આપતી વાંકાનેર શહેરની નામાંકિત ક્ષૈક્ષણિક સંસ્થા કિડ્ઝલેન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ વધુ એક વખત ગૌરવભરી સિદ્ધિ મેળવી છે.

કિડ્ઝલેન્ડ સ્કૂલનાં 11 વિદ્યાર્થીઓએ SF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 – 19 કે જેમાં ITI મુંબઈ તથા ITI કાનપુર તથા પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સીટીના નિષ્ણાંત શિક્ષકો દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ SF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 – 19 માં કુલ 126 સ્કૂલે ભાગ લીધો હતો જે પૈકી વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ 6 ક્રમાંક મળવ્યો હતો.

આજે શિક્ષક દિવસની ઉજવણીની સાથે SF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કૂલમાં જ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ni અને વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકારો તથા સ્કૂલનાં સ્ટાફના વરદહસ્તે સર્ટિફિકેટ, ગોલ્ડ મેડલ તથા Rs.1000 ના મૂલ્યની ગિફ્ટ આપવામાં આવી હતી.

આ ઉપરાંત આજે શિક્ષક દિવસ નિમિત્તે એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાથિઓને પણ સ્કૂલ તરફથી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સ્કૂલનાં સંચાલક મેહુલ પી. શાહ તથા ઉપસ્થિત મહાનુભાવોએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

SF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 – 19માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ કાવ્યા કાનાબાર – (ધોરણ – 3), ધ્રુવિન સાગર – (ધોરણ – 3), વીર સરસાવાડિયા – (ધોરણ – 3), ધર્મ વાત્સિયાની – (ધોરણ – 3), અભિનવ શમા – (ધોરણ – 3), પિયુષ યાદવ – (ધોરણ – 3), હાર્વી દોશી – (ધોરણ – 4), કાવ્યા દેલવાડીયા – (ધોરણ – 4), શ્રિયા જોશી – (ધોરણ – 4), શાહીન પીંડાર – (ધોરણ – 5),પરમ કાનાબાર – (ધોરણ – 5)

🌐🌐🌐🌐🌐🌐🌐🌐

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો