વાંકાનેર: વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ: કોઠારીયા વીજળી પડી

વાંકાનેર આજે બપોરથી વાંકાનેર પંથકમાં વરસાદ ચાલુ થયો છે. 1 વાગ્યાની આસપાસ વાંકાનેર શહેર થી પશ્ચિમ દિશા ના વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને વાંકાનેર શહેર થી પૂર્વ દિશામાં ઓછી માત્રામાં વરસાદ પડ્યો છે.

વાંકાનેર તાલુકાના જડેશ્વર વિસ્તારમાં સારી માત્રામાં વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને કોથારિયામાં એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને સાંજ સુધી આ લખાય છે ત્યારે પણ ધિમી ધારે વરસાદ ચાલુ છે. તાલુકાના મોટા ભાગના ગામડાઓમાંથી ઓછા-વધત્તા પ્રમાણમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે.

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે સહકારી મંડળીની બાજુમાં જુના ટંકારા રસ્તા ઉપર આવેલ રઘુભાઈ કોળી ના ઘરે દીવાલ ઉપર વીજળી પડી હતી. જ્યાં કોઇ જાનહાનિ નથી થઈ પણ એક મહિલાને વીજળીની અસર થઈ હતી તેઓ બેભાન અવસ્થામાં જતા રહ્યા હતા, તેઓ બે કલાક બાદ બોલ્યા હતા, હવે તેમની સ્થિતી નોર્મલ હોવાની માહિતી મળી છે.

👍👍👍👍👍👍👍👍
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
