Placeholder canvas

લાયસન્સની સમય મર્યાદાપૂર્ણ થયા બાદ એક વર્ષમાં રિન્યૂ નહીં કરાવો તો લાયસન્સ રદ થશે.

આરટીઓના નિયમોમા ફેરફાર થયો છે. એનઆઈસીના સોફ્ટવેરમાં લાઇસન્સ રિન્યૂ માટેનો નિયમ અપડેટ થઇને અમલી પણ બની ગયો છે. લાઇસન્સની સમય મર્યાદાપૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર રિન્યૂ નહીં કરાવો તો લાઇસન્સ રદ થશે.

અત્યાર સુધી લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પાંચ વર્ષની અંદર ફરી રિન્યૂ કરાવી શકતા હતા.પરંતુ સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે.લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ એક જ વર્ષની અંદર રિન્યૂ કરાવી લેવુ પડશે.લાઇસન્સ સમય મર્યાદા બાદ પણ એક વર્ષ પૂર્ણ થઈ જશે તો લાઇસન્સ રિન્યૂ નહી પરંતુ રદ થઈ જશે.

આરટીઓ એસ. પી. મુનિયાએ જણાવ્યું છે કે નવો નિયમ લાઇસન્સ રિન્ય માટેનો અપડેટ થય ગયો છે. અજદારએ લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર રિન્યૂ કરાવું પડશે. એક વર્ષની ઉપર એક દિવસ થય જશે તો પણ લાઇસન્સ રિન્યૂ નહી થાય.

હાલમાં લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ એક વર્ષથી વધુ સમય પસાર થયો છે. તેવા લાઇસન્સ રિન્યૂ થતા નથી. મોટી સંખ્યમાં લાઇસન્સ ધારકોને અસર પહોચી છે. આવા લોકો લાઇસન્સ રિન્યૂ કરાવવા આવે ત્યારે જ જાણ થઈ રહી છે કે લાઇસન્સ રિન્યૂ નહી પરંતુ રદ થશે. જેને લઈ અરજદારોએ માંગ કરી છે કે નવા નિયમો આવકાર દાયક છે પરંતુ લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થઈ છે તેવા લાઇસન્સ ધારકોએ 90 દિવસનો સમય આપવામાં આવે.

⛑⛑⛑⛑⛑⛑⛑⛑

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો