Placeholder canvas

વાંકાનેર : પંચાસર ચોકડી પાસે છરી સાથે એક યુવક ઝડપાયો 

વાંકાનેર માં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક શખ્સોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે પંચાસર ચોકડી પાસે છરી સાથે એક યુવક ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમ  પંચાસર ચોકડી પાસે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી રોહીતભાઇ શૈલેષભાઇ ગોરીયા મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપી પોતાના કબ્જામાં હથીયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવી છરી રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો