વાંકાનેરમાં પોલીસમાં ફરજ બજાવતા યુવક-યુવતી વચ્ચેની શંકાસ્પદ હરકતનો વીડિયો વાયરલ
પોલીસ જવાન અને મહિલા પોલીસ કર્મચારીને સ્થાનિક લોકોએ બન્નેને ઝડપી લેતા અડધી રાત્રે મંદિર બંધ હોવા છતાં દર્શને આવ્યા હોવાનો લુલો બચાવ
વાંકાનેર : કોરોના વાયરસની મહામારીના સંદર્ભમાં સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.જોકે પોલીસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. તેવા સમયે મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલ દિગ્વિજય સોસાયટી પાસે અડધી રાત્રે વાંકાનેર સીટી પોલીસ મથકના મહિલા પોલીસ કર્મી અને પોલીસ જવાનને સ્થાનિક લોકોએ ઝડપી લીધા હતાં અને બન્નેની પૂછપરછ કરતા પોલીસકર્મીને જવાબ આપવો ભારે પડી ગયો હતો અને તેઓએ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હોવાનો લુલો બચાવ કર્યો હતો.
વાંકાનેરમાં ગત રાત્રે સ્થાનિક લોકો દ્વારા મહિલા પોલીસકર્મી અને પોલીસ જવાનને ઉભા રાખીને પૂછપરછ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ આ બન્ને પોલીસ કર્મચારીઓની જે પૂછપરછ કરી તેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ જવાનનો લોકોની પૂછપરછમાં યોગ્ય જવાબ આપી શકતો નથી. પણ મહિલા પોલીસ કર્મચારી અહીં મંદિરે દર્શન કરવા આવ્યા હોવાનું કહે છે. જોકે અડધી રાત્રે એક પુરુષ અને મહિલા મંદિરે દર્શને આવે એ વાત ગળે ઉતરે એવી નથી. સ્થાનિક લોકો જે વીડિયોમાં કહેતા દેખાય છે તેનાથી સ્પષ્ટ જાહેર થાય છે આ પોલીસ જવાન અને મહિલા પોલીસ કર્મચારીની હરકત શંકાસ્પદ હશે. સ્થાનિકોએ પકડ્યા બાદ હવે અહીં નહિં આવીએ તેવું કહીને બન્ને પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયા હોય તેવું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલાં વિડીયોમાં નજરે પડે છે.
આ વિડિઓ હાલ મોરબી જિલ્લાના વોટ્સએપ ગ્રુપમાં ખૂબ જ ફોરવર્ડ થઈ રહ્યો છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ વિડિઓ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…