અબડાસા: સૈયદ સલીમશા બાપુ વિઝાણવાળા દ્વારા જરુરત મંદ પરીવારોને ૫૦૦ જેટલી રાશનકીટનું વિતરણ કરાયુ.
રમઝાન માસમાં ૧ મહીનો ચાલે તે મુજબની 200 રાશનકીટ તૈયાર કરી અલગ અલગ ગામના લોકો ને પહોંચાડવાનું કામ થઈ રહ્યુ છે.
જયભારત સાથે જણાવવાનું કે કોરોનાની મહામારી બીમારીમા અનેક સેવાભાવી સંસ્થાઓ એ લોકોની મદદ કરેલ છે અબડાસા ના વીંઝાણ ગામે ડો. સૈયદ હાજી જહાંગીરશા બાવા ની દેખરેખ હેઠળ તેમના જ્યેષ્ઠ પુત્ર અને ઘર્મગુરુ પીર સૈયદ સલીમશા બાપુ વિઝાણ વાળા દ્વારા કોરોના ની બીમારી મા જરુરત મંદ પરીવારો માટે ૫૦૦ જેટલી રાશનકીટ બનાવી તમામ વર્ગ ના લોકો ને આપવામા આવેલ અત્યારે પણ રમઝાન માસ ચાલુ થયેલ છે ત્યારે સૈયદ સલીમ બાપુ દ્વારા જરુરતમંદ લોકોની સેવા ચાલુ જ છે રમઝાન માસ માટે ૨૦૦ રાશનકીટ જેમાં ૧ મહીનો ચાલે તેટલો રાશનકીટ તૈયાર કરી અલગ અલગ ગામ ના લોકો ને પહોંચાડવાનું કામ ચાલુ છે.
સૈયદ સલીમ બાપુ દ્વારા ધાર્મિક કામ સાથે હમેશાં લોકહીતના સમાજલક્ષી કામ કરવામાં આવે છે, આરોગ્ય લક્ષી મેડીકલ કેંપ હોય કે શીક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવું હોય સૈયદ સલીમ બાપુનો સમગ્ર પરીવાર હમેશાં આગળ હોય છે તેઓ કપરી પરીસથીતી સિવાય પણ ગરીબ અને આર્થિકરીતે નબળા લોકો ને દર મહીને ૨૦૦ પરીવારોની મદદ કરતા હોય છે તેમના પરીવાર દ્વારા આ કાર્ય સતત ૨૦ વર્ષ થી ચાલુ છે આમ સમાજમા ધાર્મિક બાબત ની સાથે સોસીયલ સેવા પણ સતત ચાલુ હોય છે ગુજરાતી મા કહેવત છે કે “ મોર ના ઈંડા ને ચીતરવા ના પડે “ આમ તેઓ પોતાના વાલીદ ( પિતાજી ) ના શરુ કરેલ કામ આજ દિવસ સુધી ચાલુ રાખેલ છે અને અન્ય લોકો ને પ્રેરણા આપે તેવું કામ એક ધાર્મિક અગ્રણી દ્વારા કરવામા આવેછે સાથે સાથે કચ્છ ના સરહદની વિસ્તારમાં લોકો ની દેશ દાજ અને આપસી પ્રેમ ભાઈચારો અને કોમી એકતા મજબુત બંને તેવા તેમના સતત પ્રયાસો રહ્યા છે.
આ કાર્ય મા તેઓ પોતાને ખુશનસીબ માને છે અને પોતાના પિતાજી તથા મોટા બાપુ મુફતી એ આઝમ કચ્છની દુઆ છે માલીક પોતાના હાથે આ કામ લે છે ત્યારે સૈયદ સલીમબાપુ એ માલીક નો આભાર માનતા આ કાર્ય અવરીત ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરેલ હતી તેવું રઝાક હીંગોરાની યાદી મા જણાવેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…