વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા શ્રમિકનું મોત
વાંકાનેર: રાતીદેવડી ગામે રહેતો શ્રમિક બીમારીમાં સપડાયો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવારમાં દરમિયાન તેનું મોત નીપજયું હતું. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા ૪૦ વર્ષીય શ્રમિક જગદીશભાઇ ટપુભાઇ કોરડીયાને તારીખ ૨૯ના રોજ બીમારી સબબ વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે