શુ કોરોના વાઇરસ ગરમીમાં જતો રહેશે, શું ખાવાથી થશે? જાણવા વાંચો…
કોરોનાં વાયરસ અંગે એઇમ્સનાં ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ અનેક ભ્રમ દૂર કરીને વાતો સ્પષ્ટ કરી…
દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 160 થઇ છે. આ એક એવો વાયરસ છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જેના કારણે ભારત જ નહીં આખા વિશ્વમાં કોરોના વાયરસની ડર જોવા મળી રહ્યો છે. કોરોનાં વાયરસ અંગે એઇમ્સનાં ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ અનેક વાતો સ્પષ્ટ કરી છે.
શું બધાએ માસ્ક પહેરી રાખવો જોઇએ?
તેમણે અનેક ભ્રમની વાત કરી છે. તેમણે કહ્યું કે, બધા લોકોએ માસ્ક પહેરી રાખવાની જરૂર નથી. જો તમને અસ્થમા હોય તો પણ તમે વારંવાર હાથ ધુવો પંરતુ માસ્ક પહેરી રાખવાની જરૂર નથી. આ સાથે તેવા લોકોએ ભીડમાં પણ ન જવું જોઇએ.
અત્યારે માંસાહારથી દૂર રહેવું જોઇએ?
એઇમ્સના ડાયરેક્ટરે બીજી સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, કોરોના વાઇરસને અને માંસાહારને કંઇ જ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ એક માનવીમાંથી બીજા માનવીમાં ફેલાય છે. પશુઓ અથવા માંસાહાર કરવાથી આ વાઇરસ નથી ફેલાતો. જોકે કોઇ પણ પ્રકારનું માંસાહાર કરતા તેને સારી રીતે સાફ કરવું અને બાદમાં સારી રીતે પકાવવું ઘણું જ જરુરી છે.
કોરોના વાઇરસ ગરમીમાં જતો રહેશે ?
કોરોના વાઇરસ ગરમીમાં ઘટી જશે તેવો ભ્રમ મોટાપ્રમાણમાં ફેલાઇ રહ્યો છે. આ અંગે સ્પષ્ટતા કરતા એઇમ્સનાં વડાનું કહેવું છે કે, આ પણ એક ભ્રમ છે. કોરોના વાઇરસને ગરમી કે ઠંડી એમ કોઇ ઋતુ કોઇ સંબંધ નથી. કેમ કે હાલ સિંગાપુર જેવા ગરમ દેશમાં પણ તે ફેલાઇ રહ્યો છે. તો સ્વીડન અને યુરોપ જેવા ઠંડા પ્રદેશોમાં પણ તેની મહામારી ચાલી રહી છે.
શું ખાવાથી ઓછો થાય છે?
કોઇ વસ્તુ ખાવાથી કોરોના વાઇરસ દૂર નથી રહેતો કે ન તો તેનાથી બચી શકાય છે. જે નિર્ધારિત સારવાર છે તે લેવી જ પડે છે. વારંવાર હાથ ધોવાથી અને સાફ સફાઇથી ખતરો ટાળી શકાય છે.