ડેટા એન્ટ્રી માટેનુ ટેબલેટ અંગે મને જાણ નથી મે બેદરકારી દાખવી નથી.: ગજેન્દર કારેલિયા
સિ આર સી ના અધિકારી હેમત ભાગિયા દવાખાને દાખલ નોટીસ પણ ન સ્વિકારી. દરવાજે લાગેલ ફરફરીયુ ગુમ? સ્થાનિક શિક્ષણ વિભાગ ની ભુમિકા પણ શંકા ના દાયરામાં સમયાતંરે આવી વિઝિટ થવી જોઈએ.
ટ્રાન્સપોર્ટ ની અરજી માટે છેલ્લી તારીખ હોય બિ આર સી એ ઉતાવળે અરજી રજુ કરવા ની હોવાથી શાળા થી ટંકારા ધખ્ખો ખાધો ને પાછળ થી ચેકીંગ આવતા ધટના સામે આવી? પોલીસ મથકે પોચેલ મામલો થાળે પાડયા ના હાશકારા બાદ નોટિસ થી શિક્ષણ વિભાગ મા હાહાકાર.
By Jayesh Bhatasna -Tankara
ટંકારા: શિક્ષણ વિભાગ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની અમરાપર ધાર ગામે મંગળવારે કરેલી ઓચિંતા વિઝિટ બાદ શાળા ના આચાર્ય ગજેન્દર કારેલિયા અને સિ આર સી ના અધિકારી હેમત ભાગિયા વિરુદ્ધ બેદરકારી બાબતે હાલ પુરતા ફરજ મુક્ત કરતા શિક્ષણ જગતમાં ભુકંપ સર્જાયો છે.
જોકે ટંકારા શિક્ષણ અધિકારી દિપાબેન બોડા અને બિ આર સી ના કલ્પેશ ફેફર દ્વારા જીલ્લા અધિકારી ની લેખિત નોટિસ બજવણી આચાર્ય ને આપી ટંકારા શાખા મા હાજર રહેવા જણાવ્યું હતું જ્યારે ભાગીયા નો સંપર્ક ન થતા તેના ધરે જતા હાજર મળ્યા ન હોય ડેલિ ઉપર નોટીસ ચોંટાડી દીધી હતી અને કામગીરી કર્યા નો ડોળ કર્યો હોય તેવુ સામે આવ્યુ હતું કારણ કે નોટિસ ચોંટાડી ના મિનીટો મા કાગળ તળકા મા ઓગળી ગયો હોય તેમ ગાયબ થઈ જતા સ્થાનિક અધિકારી ની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે.
અમારા અંગત સુત્રો નુ માની તો હેમત ભાગિયા ને દવાખાને દાખલ કર્યા હોય રજા પર ઉતરી ગયા છે અને આ અંગે અધિકારી શુ નિણય કરે છે પછી તેમનો સ્ટેન્ડ પણ કિલ્યર કરશે નુ વિસ્વાસ પાત્ર સુત્રો પાસેથી વિગતો મળી છે.
સાથે અમરાપર ધાર ના આચાર્ય ગજેન્દર કારેલિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જીલ્લા અધિકારી જ્યારે શાળા મુલાકાત અર્થે આવ્યા હોય તેજ સમયે સિ આર સી ના અધિકારી ને પણ શાળા ની મુલાકાત લીધી હોય અને તે એમનુ ડેટા એન્ટ્રી માટે નુ ટેબલેટ ટેબલ પર મુકી બહાર ગયા હોય જે અંગે અધિકારી એ આ નોટીસ ફટકારી છે જોકે મારી ભુમિકા સ્પષ્ટ છે હુ શાળા એ હાજર હતો ને ટેબલેટ અંગે મનો કોઈ ખ્યાલ નથી નુ જણાવ્યું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…