skip to content

મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

મોરબીમાં રેહતા યુવાન સાથે રાજકોટ રેહતા તેના મિત્રે રૂપિયા ૧૦ લાખથી વધુનો વિશ્વાશ્ઘાત કર્યો હોવાથી જે અગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા તેને કોર્ટે એક વર્ષની સજા તેમજ જે રકમ લીધી છે તે ચૂકવા આદેશ કર્યો છે.

મળતી વિગત મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રેહતો વિપુલભાઈ કાતીલાલ મારું નામના યુવાન સોની કામ નો વ્યવસાય કરે છે તેનો એક મિત્ર હિતેશભાઈ માંડલિયા રાજકોટ સોની કામ કરે છે જેમાં ગત તારીખ ૧૪/૭/૨૦૧૭ ના રોજ હિતેષ એ વિપુલને એમ કીધું કે તું મને સોનું આપ હું તેને એમાં ૨૫ ટકા વધારો કરીને આપીશ જેથી વિપુલ તેને રૂપિયા ૧૦.૪૦ લાખનું સોનું આપ્યું હતું જેના માટે રૂપિયા ૧૦૦ ના સ્ટેમ્પ પર લખાણ પણ થયું હતું જે પેટે તેમેણ ગત તારીખ ૨૮/૯/૨૦૧૭ વિપુલને આરોપી હિતેશભાઈ ચેક પણ આપ્યો હતો પણ એ ચેક બેકમાં નાખતા તે બાઉન્સ થયો હતો જેથી વિપુલભાઈએ ચેક રીટર્ન માટે મોરબી ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં ચાલી જતા જેમાં ફરિયાદ પક્ષે અશોકભાઈ ખુમાણ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીને ૧ વર્ષની સજા તેમજ રૂપિયા ૧૦.૪૦ લાખનું વળતર ચૂકવાનો આદેશ કર્યો છે.

આ સમાચારને શેર કરો