Placeholder canvas

વાંકાનેર: ઢુવા થી મકનસર સુધી છાસવારે થતા ટ્રાફિક જામ માટે જવાબદાર કોણ ?

By Arif Diwan
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર સતત રાત-દિવસ વાહનોની અવર જવર થઈ રહી છે ત્યારે આ હાઇવે પર અવાર નવાર છાશવારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાં હોય છે.

ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ આ માર્ગ પર થતા હોય છે છતાં ટ્રાફિક પોલીસ કે જિલ્લા ટ્રાફિક પોલીસ સરકારી પરિપત્રો અને અમલ કરાવવામાં અને ફિક્સ ટાર્ગેટ પૂરો કરવામાં સતત વ્યસ્ત હોય તેમ મોટાભાગના વાહનચાલકો મહેસૂસ કરી રહિયા છે. કોરોના મહામારી હળવી થતાની સાથે લોક ડાઉન ખુલ્યા બાદ કારખાને ફેકટરીના માલ મટીરીયલ માટે ટ્રક, ડમ્પર અને ટેન્કર જેવા મોટા વાહનોનું અમદાવાદથી કચ્છ સુધીનો આ નેશનલ હાઈવે સતત રાત-દિવસ વાહનોથી ધમધમતા રહે છે

તેવા માર્ગ પર જાહેરનામું પણ સતત ભંગ થતું હોય તેમ આડેધડ ખાણ ખનીજ વાહનો ડમ્પર અને ટેકટર ટ્રોલી રોડ પર બિનદાસ દોડતા હોય છે છતાં માસ્ક દંડ, સોશિયલ ડિસ્ટન્સ ભંગના ફિક્સ ટાર્ગેટ પૂરા કરવામાં પોલીસ હાલ વ્યસ્ત હોવાના કારણે અમદાવાદ નેશનલ હાઈવે એવા વાંકાનેર મોરબીના માર્ગ પર આવેલા ઢુવા થી મકનસર સુધી સતત નાના-મોટા વાહનો ટ્રાફિક જામમાં ફસાય રહયા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયે કલાકો સુધી ચાલુ વાહને જાહેર માર્ગોપર વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા રહે છે જેથી કીમતી ઇંધણનો વ્યેય થાય છે, હવામાં પ્રદૂષણ થઈ રહ્યું છે તેમની કોઈ ને ફિકર હોય તેવું લાગતું નથી.

આ સમાચારને શેર કરો