વાંકાનેર: વાક્યા-2 ગામમાં જતો રસ્તો કોણે બંધ કર્યો? જાણવા વાંચો.
વાંકાનેર તાલુકા ના વાક્ય 2 ગામે ડાયાભાઈ સોલંકી પોતાને મળેલી સરકારી જમીનમાં રસ્તો પસાર થતા એમની ટુકી જમીન કપાઈ જતા આ બાબતે કેટલાક સમયથી લડત ચલાવી રહ્યા છે. તેમનું નિરાકરણ ન આવતા ગઈકાલે સાંજે 5:30 વાંકિયા-2 જવાના પાકા રસ્તા ઉપર ડાયાભાઈએ આડસ મૂકીને બંધ કરી દીધા ની માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ વાક્ય-2 માં રહેતા ડાયાભાઈ સોલંકીને સરકાર તરફથી ખેતી માટે જમીન મળી હતી તે જમીનમાં વાંકીયા 2 જવાના પાકો રસ્તો બનતા આ જમીનના બે ભાગ થઈ ગયા છે અને લાંબા ચાહે જમીન હોવાથી જમીન મોટા ભાગની કપાતમાં જતી રહી છે. આબાબતે ડાયાભાઈ સોલંકી કેટલાક સમયથી લડત ચલાવી રહ્યા છે છેલ્લે તેઓ એકાદ વર્ષ પૂર્વે મોરબી કલેકટર કચેરીમાં જઈને આત્મવિલોપન કરવાની પણ ધમકી આપી ચૂક્યા હતા અને ત્યારે કલેકટર તેમને સમજાવી અને પ્રશ્નની પતાવટની ખાતરી આપી હતી. પરંતુ આજે એક વર્ષ પછી પણ તેમના આ પ્રશ્નો કોઈ નિવેડો ન આવતાં તેઓ થોડાક કેટલાક સમયથી વાડીએ ઝુપડું કરીને રહેવા જતા રહ્યા છે. આમ છતાં આ તંત્રએ તેમની કોઇ દરકાર કરી નહીં આખરે ગઈકાલે સાંજે 5:30 વાગ્યે તેમની વાડીમાં થી પસાર થતો વાક્ય-2 જવાના પાકા રસ્તા ઉપર વાળ અને આડસ કરીને રસ્તો બંધ કરી દીધો છે.
જેથી અહીંથી પસાર થઈને વાડી વિસ્તારમાં ખેડૂતોને જવાનો રસ્તો બંધ થઈ ગયો છે તેમજ વાક્ય 2 થી અન્યત્ર જવા માટેનો રસ્તો પણ બંધ થઈ ગયો હોવાથી લોકો ખૂબ હેરાન પરેશાન થઇ રહ્યા છે. મળેલી માહિતી મુજબ આ ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને સરપંચે મામલતદાર કચેરીમાં જવાબદાર અધિકારીને ટેલિફોનિક જાણ કરતા તેઓ જણાવ્યું હતું કે તમારામાં ત્રેવડ હોય તો રસ્તા ઉપર કરેલી વાળ સળગાવી નાખો અને રસ્તો ખુલ્લો કરી નાખો, અમારી પાસે સમય નથી તેવુ જાવબદાર અધિકારીએ બેજવાબદારી ભરી વાત કરી હતી… જે પોલીસ સહિત ત્યાં હાજર રહેલી કેટલીક વ્યક્તિએ સ્પીકર ફોનમાં સાંભળી હવાની ચર્ચા થઈ રહી છે.
રેવન્યુ વિભાગ આ પ્રશ્નનો નિવેડો લાવી ને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવી લોકોને પડતી મુશ્કેલી દૂર કરાવી જોઈએ તેવું ગામ લોકોની માગણી છે.