Placeholder canvas

પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરની વાર્ષિક મીટીંગ મળી: કપ્તાનના સિલ્વર જુબિલી વિશેષાંકનું વિમોચન

વાંકાનેર: આજે પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરની વાર્ષિક મીટીંગ મળી હતી આ મિટિંગમાં પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમા ગાંધીનગરથી હિમાંશુ વરિયાએ ખાસ હાજરી આપી હતી. આ વાર્ષિક મિટિંગમા વાંકાનેરની લોક સમસ્યા અને અનેક પ્રશ્નોની ચર્ચા કરી હતી તેમજ લોક પ્રશ્ન અને લોક ફરિયાદ બાબતે અધિકારી અને પદાધિકારી ધ્યાન નથી આપતા ત્યારે લોકોને મદદરૂપ થવા પ્રેસ ક્લબ ઓફ વાંકાનેર મીડિયા લેવલે વાચા આપશે. તેમજ લોકોને થતા અન્યાય અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવામા આવશે… એ માટે પ્રેસ કલબ મિડિયામા ઝુંબેશ ચલાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરની સ્થાપના 15 મી ઓગસ્ટ 2018 ના રોજ રાતીદેવડી ખાતે કરવામાં આવી હતી. જેમાં અયુબ માથકીઆ કપ્તાન (પ્રમુખ) હરદેવસિંહ ઝાલા (ઉપ પ્રમુખ), મયુર ઠાકોર (મંત્રી),અર્જુનસિંહ વાળા (ખજાનચી) તોફિક અમરેલીયા (સહમંત્રી), હિમાંશુ વરીયા (સભ્ય), ગની પટેલ (સભ્ય), શાહરુખ ચૌહાણ (સભ્ય) તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં આજે અમરભાઈ રાવલ (સંદેશ) અને મુકેશભાઈ પંડ્યા (દિવ્યભાસ્કર) એ પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરમાં જોડાવા માટેની અરજી કરેલ હતી. આ મિટિંગમાં સર્વાનુમતે સ્વીકારીને આ બંને પત્રકારોને પ્રેસ કલબ ઓફ વાંકાનેરમાં સભ્ય તરીકે જોડવામાં આવ્યા હતા.

આજે 15મી ઓગસ્ટના રોજ પ્રેસ કલબ ઓફ વાંકાનેરનું એક વર્ષ પૂરું થયું અને તેમની સાથે જ પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના પ્રમુખ અયુબ માથકીઆના વડપણ હેઠળ ચાલતું કપ્તાન સાપ્તાહિકના ૨૫ વર્ષ પુરા થયા છે. આ નિમિત્તે કપ્તાન દ્વારા સિલ્વર જૂબિલી વિશેષાંક પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો જેમનું પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના તમામ પત્રકાર મિત્રોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. અને પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના તમામ પત્રકાર સભ્યોએ કપ્તાનના તંત્રી અયુબ માથકિઆને કપ્તાનના સિલ્વર જૂબિલી માટે અભિનંદન પાઠવ્યા હતા.

👍👍👍👍👍👍👍👍

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો