ટંકારા: હાઇવેની બાજુમાં ખુલ્લી ભૂગર્ભ ગટરની મોતની કુંડીઓ ઢાકવાનું તંત્રને મુહૂર્ત ક્યારે આવશે?

By Jayesh Bhatasna -Tankara

ઓવરબ્રિજ ના ડાઇવર્ઝન ની કડોકડ ભુગર્ભ ગટર ની કુંડી એક વર્ષ થી ખુલ્લી દરરોજ નાના-મોટા અકસ્માત ને પેટની જઠરાગ્નિ ઠારવા ભટકતુ ગૌ વંસ ખાડામા ખાબકે છે છતા જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી? કોઈનો લાડકવાયો છીનવાય ત્યારબાદ તંત્ર જાગશે? કચેરીમા બેસી 138 ના ડિગાં જીકનાર અધિકારીઓ રોડ પર ઉતરશે કે ભંમ? શિવરાત્રીએ મહામહીમ રાજ્યપાલ ટંકારા આવે છે ત્યારે નગરજનો કે છે આ બધું રાતો રાત કેમ થઈ જાય છે. આ શોધ વિશે વાચવા જેવુ ખરૂ.

રાજકોટ મોરબી ને જોડતો નેશનલ હાઈવે છેલ્લા ત્રણેક વર્ષથી ચાર માર્ગીય કરવાની કામગીરીને લઇ ચર્ચામાં અનેક દુઘટનાઓ અત્યાર સુધીમાં ઘટી ગઈ છે છતાં પણ લતીપર ચોકડીએ બની રહેલ ઓવર બ્રિજના ડ્રાઇવરઝન ની બાજુમાં પાણીના નિકાલની ભૂગર્ભ ગટરની કુંડીઓ એક વર્ષથી ખુલ્લી હોય દરરોજ અહીંથી પસાર થતા નાના મોટા વાહનો ખુલ્લી કુંડળીમાં ખાબકે છે અને અકસ્માત સર્જાય છે જેમાં કારને ભારે નુકસાન અને ટ્રાફિક જામનો સામનો નિત્યક્રમ બન્યો છે ત્યારે શું તંત્ર અને કોન્ટ્રાક્ટરો કોઈની જિંદગી છીનવાય એની રાહ જોઈને જ બેઠું છે શું આ કુંડી કોઈ પરીવાર નો લાડકવાયો છીનવે ત્યારબાદ કામ કરશે એવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

ત્યારે ટંકારાના નગરજનો સમસ્યાના ખડકલા વચ્ચે હોય એવો માઈનો લાલ નેતા નથી કે આ કોન્ટ્રાક્ટર ના કાન આંબળી અધુરી કામગીરી ને પુરી કરાવી શકે તો બીજી બાજુ કચેરીમાં બેસીને ડિગાં હાકનાર અને 26 મી જાન્યુઆરી પૂર્વે 138 ની વાત કરનાર પ્રાંત અધિકારી ખાચરને આ બાબતની ખબર છે કે નહીં? નો હોય તો જોઈ લો મામલતદાર કચેરી ને ક્વાર્ટર સામે જ કુડી ઉધાડી છે જેમાં અનેક ગૌવંસ ને કાર સહીત નાના મોટા વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે આ કામ ક્યારે પૂરું થશે ની વાતો ચર્ચા ના કેન્દ મા આવી ઉભી છે સાથે દિલ્હી ની સરકાર ને ગુજરાત ની સરકાર સાથે કામગીરી ની સરખામણી થઈ રહી છે જે આગામી દિવસોમાં કોગેસ અને ભાજપ ને બહુ ભારે પડી જશે એમા કોઈ બે મત નથી .

તો બિજી બાજુ હવે લોકોમાંથી એવો પણ સુર આવી રહ્યો છે કે 21 તારીખે મહાશિવરાત્રી પર્વ ને લઈ મહામહિમ રાજ્યપાલ ટંકારા આવવાના હોય ત્યારે આ કુંડી રાતોરાત કેમ બંધ થઈ જશે? સબ સલામત કેવી રીતે કરે છે તંત્ર એવી કઈ ટેકનોલોજી છે કે રાતોરાત કામ થઈ જાય છે ત્યારે નગરજનો માટે ન્યાય મેળવવા રીતસર ના રાગડા તાણવા પડે છે તો પણ સાંભળતા નથી એ જ અધિકારી ને કોન્ટ્રાક્ટરો કેમ કામે વળગી જાય છે.

આ સમાચારને શેર કરો