ફોર્મ્યુલા તૈયાર: કોલેજોમાં પરીક્ષા ન લઇ શકાય તો શું?
રાજકોટ : કોરોના વાયરસની મહામારીના ફૂંફાડા અને લોકડાઉનના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજયભરની વિશ્ર્વ વિદ્યાલયોના તા.17મે સુધી વેકેશન જાહેર કરી દેવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા પણ યુનિવર્સિટીઓ હજુ લઇ શકી ન હોય મોટો પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલ છે. યુનિ. કોલેજોની પરીક્ષા સંદર્ભે અગાઉ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા અગાઉ ખાસ ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી હતી.
જેમાં 3 કલાકના બદલે 2 કલાકના બહુવૈકલ્પિક પ્રશ્નપત્રો રાખવાની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની વકરતી મહામારીના પગલે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કોલેજો, યુનિવર્સિટીઓની પરીક્ષા ન લઇ શકાય તો શું? તેવો પ્રશ્ર્ન ખડો થતાં આ સંદર્ભે કેન્દ્રના માનવ સંશાધન મંત્રાલય દ્વારા ખાસ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે.
જેમાં વિદ્યાર્થીઓના આગલા સેમેસ્ટરના 50 ટકા ગુણ તેમજ આંતરીક કસોટીના 50 ટકા ગુણના આધારે ફાઇનલ રિઝલ્ટ કરી શકાય તેવુ કેન્દ્રના માનવ સંશાધન મંત્રાલય દ્વારા ટવીટર પર ટવીટ કરવામાં આવેલ છે. જો કે આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પેથાણીઍ પત્રકારોને જણાવ્યું હતું કે કોલેજો, યુનિવર્સિટીની પરીક્ષા સંદર્ભે હવે આખરી ગાઇડ લાઇન તો રાજય સરકાર જ આપશે અને રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ જ રાજયભરની તમામ યુનિવર્સિટીઓએ પરીક્ષા લેવાની રહેશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના વાયરસની મહામારીના ફૂંફાડાના પગલે ગુજરાત યુનિવર્સિટીનું કાર્યાલય બંધ છે જે વાત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ તેના કાર્યાલયમાં તા.10 સુધીની રજા જાહેર કરી દેવામાં આવેલ છે. રાજયભરની યુનિ. કોલેજોમાં કોરોનાની મહામારીના પગલે પરીક્ષા કઇ રીતે લેવી? તેની ગડમથલ સર્જાયેલ છે ત્યારે હવે રાજય સરકાર દ્વારા આ પ્રશ્ર્ને વહેલી તકે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવે તે જરૂરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…