Placeholder canvas

ઠંડી પાછી આવી રહી છે : વરસાદ અને હિમવર્ષાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, ઠંડીનો પારો હજુ ગગડશે. રાજ્ય તથા દેશમાં વરસાદી માહોલ ઉભો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ઘણા વિસ્તારોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.

હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જેમાં સવારે અને મોડી રાત્રે ઠંડી તો બપોરે ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ સાથે નલિયા 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર છે.

26 ફેબ્રુઆરીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થાય તેવી શકે છે. ગુજરાતમાં વાદળો છવાઇ જવાથી ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. 28 ફેબ્રુઆરીથી ગુજરાતમાં વાદળો છવાના કારણે ગરમીનું પ્રમાણ વધશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચની શરૂઆતમાં રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ સાથે માર્ચમાં ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. 15 માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) હવામાન સંબંધિત સતત અપડેટ્સ જાહેર કરે છે. જેના કારણે લોકોને હવામાનના ઉતાર-ચઢાવની તમામ માહિતી મળતી રહે છે. હવામાન વિભાગ દૈનિક હવામાન પેટર્ન પર અપડેટ્સ આપે છે. દરમિયાન, તેમણે 26 અને 27 ફેબ્રુઆરીએ મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. આ પહેલા પણ IMD એ પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી હતી. આ અનુમાન એકદમ સચોટ નીકળ્યું. ગઈકાલે એટલે કે શનિવારે હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

આ સમાચારને શેર કરો