હવામાનમાં પલટો,અનેક વિસ્તારોમાં વરસાદ

સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યાની માહિતી મળી છે. બપોર બાદ વાતાવરણે પલટો મારતા રાજકોટ સહિત ગોંડલ, કોટડાસાંગાણી, સોળિયા, ભાડવા, નવાગામ સહિતના પંથક તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈને ખેતરમાં શિયાળુ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

સૌરાષ્ટણાં ભર શિયાળે વાવાઝોડા સાથે વરસાદ વરસવા લાગ્યો છે. રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. મગફળી અને કપાસનો પાક તો દિવાળી બાદ પડેલા વરસાદને કારણે ધોવાય ગયો હતો. પરંતુ શિયાળુ પાકની આશા રાખીને બેઠા ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે.સુઇગામમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. સુઇગામમાં વરસાદની સાથે સાથે મોટા કરા પણ પડ્યા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
