Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૫૪માં પદવીદાન સમારોહ માટે યુનિવર્સિટીનાં સતાધિશો માટે ખરિદેલા ઝભા-કોટીનું બીલ રૂ.૧.૮૫ લાખ !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વીસી-પીવીસી સહિત સાતેક કોટી-ઝભ્ભાનાં ચુકવાયા નાણા, ઝભ્ભા-કોટી-શુરવાલ લાંબા ટૂંકા હોવાથી અન્ય સિન્ડીકેટ સભ્ય-ડીને નાણા નથી ચુકવ્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૫૪માં પદવીદાન સમારોહ માટે યુનિવર્સિટીનાં સત્તાધીશોએ જુદી-જુદી ફેકલ્ટીનાં ડીન, સિન્ડીકેટ સભ્યો અને ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ માટે ઝભ્ભા-કોટી-શુરવાલ એક સરખા બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેનો ખર્ચ યુનિવર્સિટી વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી ખર્ચવાનો હતો.

આ મામલે વિવાદ થતાં સત્તાધીશોએ પોત-પોતાનાં કોટી-કુર્તાનાં પૈસા પોતે જ ચુકવશે તેવો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય યુનિવર્સિટીને માથે પડયો હોય અને પદવીદાન સમારોહનાં ૫ દિવસ વિતી ગયા હોવા છતાં પણ વીસી-પીવીસી સહિત સાત સભ્યોએ કોટી-ઝભ્ભાનાં નાણા ચુકવ્યા છે. તેમાં અન્ય સિન્ડીકેટ સભ્યો અને ડીને ઝભ્ભા-કોટી-શુરવાલ લાંબા-ટુંકા હોવાનાં બહાના કરીને નાણા ચુકવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૫૪માં પદવીદાન સમારોહમાં સત્તાધીશોએ અને ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ માટે ઝભ્ભા-કોટી એક સરખા પહેરવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે ખર્ચ પોતે જ ચુકવશે તેવું નકકી કરવામાં આવ્યું હતું જોકે હવે પદવીદાન સમારોહનાં ૫ દિવસ વિતી ગયા હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.પેથાણી, ઉપકુલપતિ ડો.દેસાણી, રજીસ્ટાર ડો.રમેશ પરમાર, પરીક્ષા નિયામક ડો.અમિત પારેખ, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી, પ્રફુલાબેન રાવલ અને વિમલ પરમારએ જ ઝભ્ભા-કોટીનાં નાણા ચુકવ્યા હોવાનું બહાર આવ્યું છે. અન્ય સિન્ડીકેટ સભ્યો અને ડીને કોટી-કુર્તા લાંબા-ટુંકા સીવ્યા હોવાનું બહાનું કરીને હજુ સુધી પૈસા ચુકવ્યા નથી અને આ ખર્ચ યુનિવર્સિટીની માથે પડયો છે.

પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી અને રાજયપાલ માટે બે-બે જોડી કોટી, વીસી-પીવીસી, સિન્ડીકેટ સભ્ય, ડીન અને ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ સહિત કુલ ૮૭ જોડી ઝભ્ભા, કોટી અને શુરવાલ સીવડાવવા માટે આપ્યા હતા. આ તમામ ૮૭ જોડીનો ખર્ચ કુલ રૂ.૧.૮૫ લાખ થયો છે. જોકે ૭ સભ્યોનાં પૈસા આવી ગયા છે, અન્ય સભ્યોનાં પૈસા હજુ સુધી આવ્યા નથી. તે પૈસા કોણ ચુકવશે તે હવે જોવાનું રહેશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો