Placeholder canvas

વાંકીયા-૨ ગામ માટે પીવાના પાણીની યોજના મંજૂર

ગુલમહંમદભાઈ બ્લોચ અને જહીરઅબ્બાસ શેરસિયાની મહેનતથી વાંકીયા 2 ગામને પીવાનું પાણી મળશે, ગ્રામ પંચાયતએ આશરે 1.5 લાખનો લોકફાળો ભરવાનો રહેશે.

વાંકાનેર તાલુકાના વાંકીયા ગામના પેટાપરા વાંકીયા 2 માં પીવાના પાણીની અત્યાર સુધી કોઈ વ્યવસ્થા નથી હાલમાં બોરનું ખારૂ પાણી લોકો અને પશુઓ પીવામાં ઉપયોગ કરી રહ્યા છે અને લોકો પીવાના પાણી માટે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય વાંકીયા 2 ગામની મુલાકાતે ગયા હતા ત્યારે ગુલમહંમદભાઈ બ્લોચ અને યુસુફભાઈ શેરસિયાને ગામ લોકોએ પોતાની આ મુશ્કેલી રજૂ કરી હતી.તેમની અનુસંધાને જિલ્લા પંચાયતના સદસ્ય જહીર અબ્બાસ શેરસિયાએ ગત તા. 30મી માર્ચના રોજ નાયબ કાર્યપાલાક ઈજનેર, પાણી પુરવઠા વાંકાનેરને આ ગામમાં પીવાના પાણીની યોજના માટે લેખિત રજૂઆત કરી હતી.

તેમની અનુસંધાને આ વાક્ય 2 ગામ માટે સરકારમાંથી યોજના મંજૂર કરવામાં આવી છે અને તેમનો લોકફાળો ભરવા માટે ગ્રામ પંચાયતને પત્ર પણ મળી ગયો છે. આ યોજનાના વિવિધ કામો જેવાકે પાઇપલાઇન, સમ્પ, સિસ્ટર્ન, વિગેરેના કામ માટે તાંત્રિક મંજૂરી મળી ગઈ છે. જે માટે અંદાજીત રકમ રૂ.14,89,360 મંજુર કરવામાં આવેલ છે તેમના 10 ટકા એટલે કે રૂ1,48,936 ગ્રામ પંચાયતે લોકફાળો કરવાનું કહેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતે આ લોકફાળો ભર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આમ વાંકીયાનું પેટા પરા વાંકીયા-2 ગામના લોકોને ક્યારેય પીવાનું પાણી મળ્યું નથી, તેવા આ વિસ્તારને હવે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યની મહેનતથી આ લોકોને પીવાનું પાણી મળતું થઈ જશે. આ યોજના મંજુર થતા ગામ લોકો ખુશ થઈ ગયા છે. અને બંને આગેવાનનો આભાર માન્યો હતો.

આ સમાચારને શેર કરો