skip to content

મોરબી: સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાવવા મામલે કલેકટરને ઉગ્ર રજુઆત, ધરણાની ચીમકી

ઘરોમાં વરસાદી પાણી ભરાતા ભયકર પરિસ્થિતિ સર્જાય હોવા છતાં તંત્ર બેધ્યાન રહેતા અંતે સ્થાનિકોએ કલેકટર અને નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં મેઘવીરામને બે દિવસ થવા છતાં ઘરમાં વરસાદી સાથે ભૂગર્ભના પાણી ભરાયા હોવાથી ભયકર પરિસ્થિતિ સર્જાઈ છે. આ બાબતે અગાઉ રજુઆત કરવા છતાં તંત્ર બેધ્યાન રહેતા અંતે આજે સ્થાનિક રહીશોએ કલેકટર અને નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર રજુઆત કરી હતી અને તેમ છતાં યોગ્ય પગલાં ન ભરાય તો ઘરણાં કરવાની અને રાજકીય આગેવાનોને ચૂંટણી પ્રચાર માટે તેમની સોસાયટીમાં મનાઈ ફરમાવવાની ચીમકી આપી છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે આ સોસાયટી બેટમાં ફેરવાય ગઈ હતી. તેમાંય ભૂગર્ભ ગટરમાં પાણીનો નિકાલ બંધ હોવાથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી સાથે વરસાદના પાણી આ સોસાયટીના ઘરોમાં ઘુસી ગયા હતા. જો કે મેઘવીરામ થયો એને બે દિવસ થવા છતાં ઘરમાંથી પાણી ઓસર્યા નથી. કારણ કે ભૂગર્ભ ચોકઅપ હોવાથી ઘરમાં પાણી ભરાય રહ્યા છે. ઘરમાં ગંદા પાણી ભરાવવાથી રોગચાળા ફેલાય તેવી નોબત આવી છે અને ઘરમાં પાણી ભરાય રહેવાથી ભયકર પરિસ્થિતિ સર્જાઈ છે. ભૂગર્ભનું શોચાલયનું પાણી તથા વરસાદનું પાણી ઘરોમાં આજદિન સુધી ભરાય રહેતા લોકો ઘરમાં રહી શકે એમ જ નથી.

આ ગંભીર મામલે અગાઉ સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને રજુઆત કરી હતી. પણ તંત્રની નિભરતાને કારણે રજુઆતો બેઅસર રહેતા આજે રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ કલેકટર અને નગરપાલિકા કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી. તેમ છતાં આ પ્રશ્ન હલ કરવા તંત્ર યોગ્ય પગલાં ના ભરે તો આગામી સમયમાં ઘરણાં કરવાની ચીમકી આપી છે. તેમજ રાજકીય આગેવાનોને તેમની સોસાયટીમાં ચૂંટણી પ્રચાર કરવા પર મનાઈ ફરમાવવાની પણ ગર્ભિત ચીમકી આપી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો