skip to content

મોરબી જીલ્લા પોલીસ વડાએ સાત પીએસઆઈની બદલી કરી.

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા ગત રાત્રીના 7 પીએસઆઈની બદલીઓ કરાઈ : ત્રણ પીએસઆઈને પોસ્ટીગ જ્યારે ચાર પીએસઆઈની આંતરીક બદલી કરવામાં આવી.

અન્ય જિલ્લામાંથી મોરબી જીલ્લામાં બદલી પામીને આવેલા પીએસઆઈ ઘણાં સમયથી પોસ્ટીગ માટે રાહ જોઈ રહ્યા હતાં, ત્યારે ગત મોડી સાંજે મોરબી એસપી એસ. આર. ઓડેદરા દ્વારા સાત પીએસઆઈની બદલીઓ કરવામાં આવી હતી.

મોરબી સીટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા બી ડી પરમારને ટંકારા પોલીસમથકમાં, આર બી ટાપરિયા જે ઈન્ચાર્જ પીએસઆઈ માળીયા મિયાણા એટેચ મોરબી તાલુકા તરીકે ફરજ બજાવતા હતા તેઓને મોરબી સીટી બી ડિવિઝનમાં, બી ડિવિઝનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એન એ શુકલને એ ડિવિઝન પોલીસમથકમાં અને મોરબી તાલુકામાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ડી વી ડાંગરને મોરબી તાલુકા પોલીસ મથક એટેચ કરી એ ડિવિઝન પોલીસમથકમાં બદલી કરાઈ છે.

જ્યારે અન્ય જીલ્લામાંથી બદલી પામીને આવેલા લિવ ઇન રિઝર્વમાં રહેલા એ એ જાડેજાને મોરબી તાલુકા પીએસઆઈ તરીકે, લિવ રિઝર્વમાં રહેલા એન બી ડાભીને માળિયા મિયાણા પીએસઆઈ તરીકે અને લિવ રિઝર્વમાં રહેલા એન એચ ચુડાસમા ને મોરબી સીટી એ ડીવીઝન માં નિમણુંક કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી બદલી પામીને આવેલા પીએસઆઈ પોસ્ટીગ માટેની રાહ જોઇને બેઠા હતા ત્યારે આજે તેઓને મોરબી એસપી દ્વારા પોસ્ટીગ કરી તાત્કાલિક ચાર્જ લઈ લેવા આદેશ કર્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો