skip to content

મોરબીમાં જિલ્લામાં આજે 16 નવા કેસ નોંધાયા અને એક દર્દીનું થયુ મૃત્યુ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે.

આજે 26 ઓગસ્ટ, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 06
મીરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 04
હળવદ સીટી : 02
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 16

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 15
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 03
ટંકારા તાલુકામાં : 03
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 22

આરોગ્ય વિભાગ મુજબ આજે મોરબી તાલુકામાં એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 200
કુલ ડિસ્ચાર્જ કેસ : 613
કુલ મૃત્યુઆંક : 16
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 861

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચનાથી પહેલા દર્દી ના નામ જાહેર કરવાનું બંધ કર્યું અને હવે દર્દીના સરનામાની વિગતો પણ જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે…!!!

પહેલા દર્દીના સરનામાંનું જાહેર થતા હતા ત્યારે એ વિસ્તારના લોકો સાવચેતી રાખતા હતા, આજે લોકો અમોને કહે છે કે સરનામું જાહેર કરો જેથી જે તે વિસ્તારના લોકો સતર્ક, સાવચેતી થઈ જાય અને કોરોના થી બચી શકે. ત્યારે આવા જાગૃત લોકોને જણાવવાનું કે સરકારના અણઘડ નિર્ણયોના કારણે આરોગ્ય તંત્રએ પહેલા નામ અને હવે સરનામું આપવાનું બંધ કરી દીધું છે. સરકારના આ નિર્ણયથી એવું લાગે છે કે સરકારને હવે કોરોના સામે કેમ લડવું એની કોઈ ગતાગમ પડતી નથી અને આંકડા છુપાવવા માટે આવા કીમિયા કરી રહી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો