Placeholder canvas

વાંકાનેર સીટી પીઆઈ રાઠોડનું પત્રકાર સાથે હડધુત ભર્યું વર્તન

વાંકાનેર સીટી ટ્રાફિક પોલીસ પી આઈ રાઠોડ નું પત્રકાર સાથે હડધુતાઈ ભર્યા વર્તનથી પત્રકારોમા રોષ

આજ રોજ સાંજે વાકાનેર સીટી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચાલવા માં આવી રહી હતી ત્યારે નાના વાહન ચાલકોને દંડ કરવામાં આવતો હતો અને મોટા મગર મચ્છો ને છૂટ થી જાવા દેવામાં આવતા હતા ત્યારે પત્રકાર અર્જુનસિંહએ પીઆઇ રાઠોડને કહ્યું કે “મોટા મોટા ઓવર લોડ વાહનો જવા દેવામા આવે છે, જ્યારે માત્ર નાના માધ્યમ વર્ગ ને શા માટે દંડ કરવામાં આવે છે ” એમ કહી ને જ્યારે પત્રકાર અર્જુનસિંહ મોબાઈલમાં ફોટોગ્રાફિ કરતા હતા ત્યારે પી આઈ રાઠોડ દ્વારા હડધુતાઇ કરવામાં આવી હતી .

સ્વાભાવિક છે કે અનઅધિકૃત રીતે ખનનમાં મોરબી જિલ્લા એ આખા ગુજરાતમાં નામ રોશન કર્યું છે ત્યારે ધોળા દિવસે ખનીજ ચોરી તથા ઓવરલોડ વાકાનેર હાઇવે પર સીટી પોલીસની નજર સામેથી કોઈ પણ ખોફ વગર પસાર થતા હોય ત્યારે સીટી પોલીસનૂ પેટ માં પાણી પણ નથી હલતું ,જ્યારે જન્માષ્ટમીનો તહેવાર નજીક હોવાથી મધમવર્ગના લોકો કપડાં મીઠાઈ ની ખરીદી માટે વાકાનેર શહેરમાં આવરો જવરો વધારે હોય ત્યારે તેઓને દંડ કરવા મા આવે છે.

ટ્રાફિક શાખાના કમાઉ દીકરા સમાન મોટા વાહનો, ખનીજના ઓવરલોડ વાહનો, રિક્ષાચાલકો અને ઇકો ચાલકો દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ના સમયે પોલીસની સામેથી વટભેર નીતિ નિયમ તોડી નીકળતાં હોવા છતાં તેને રોકવામાં આવતા નથી કે કોઈ પણ પ્રકારનો દંડ કરવામાં આવતો નથી કે ઓવરલોડ હોવા છતાં વાહનો ડિટેઇન કરવામાં આવતા નથી. વાંકાનેર સીટી પોલીસની આ ટ્રાફિકની બેધારી નીતિ પ્રજા સહન કરી રહી છે અને પત્રકાર એમની ફરજ નિભાવે તો પીઆઇ સાહેબ દબંગાઈ બતાવે છે.

આ સમાચારને શેર કરો