રંગીલા રાજકોટમાં આજથી 5 દીવસનો લોકમેળો શરૂ થશે, લાખો લોકો મજા માણશે
રંગીલા રાજકોટ જન્માષ્ટમીની મોજ માણવા માટે આજે સાંજે 6 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી મેળાનું ઉદ્ઘઘાટન કરશે.
રાજકોટ : રંગીલા રાજકોટમાં આજથી જનમાઝ ષ્ટમીના મેળાનો પ્રારંભ થશે. સાંજે 6.00 વાગ્યાથી રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી મેળવાનું ઉદ્ઘઘાટન કરાવશે. રાજકોટનો મલ્હાર લોકમેળો સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ મેળામાં 5 દિવસ દરમિયાન લાખ લોકો મેળાની મોજ માણશે.
આ મેળા માટે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન પર તડામારા તૈયારીઓ કરવામાં આવી છે. મેળામાં લોકોના પ્રવેશ માટે 4 એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે. મુખ્યગેટ પર ભગવાન ગણેશ બિરાજમાન છે. મેળામાં ગગનચુંબી રાઇડ્સ ટોરાટોરા, મોતનો કૂવો, જાદૂગરના ખેલ આકર્ષણ જગાવશે.
રાજકોટનો મેળો ખાણીપીણી માટે પણ જાણીતો છે. આ મેળવામાં ખાણીપીણીના અવનવા સ્ટૉલ્સ લાગશે. મેળવામાં ચાઇનીઝ રમકડાંના વેચાણ માટે પણ સ્ટૉલ્સ લાગશે.
મેળામાં ચાલનારી રાઇડોની ફિટનેસની ચકાસણી માટે અંતિમ દિવસ સુધી દોડધામ ચાલી હતી. રાઇડના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તેના માટે જિલ્લા કલેક્ટરની ખાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આજે ઇજનેરોની ટીમ તમામ રાઇડને ફિટનેસ સર્ટિફિકેટ આપશે.
રાજ્યમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના ઇનપૂટના પગલે પોલીસ દ્વારા મેળામાં સઘન ચેકિંગ હાથ ધરાશે. મેળા પર ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં 3000થી વધુ પોલીસ જવાનનો કાફલો 24 કલાક તહેનાત રહેશે. જ્યારે મેળાના સમગ્ર પરિસરનું CCTVથી મોનિટરીંગ કરાશે
🛎🛎🛎🛎🛎🛎🛎🛎
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…