વાંકાનેર: દારૂડીયાને ગાળો બોલવાની ના પાડનાર મહિલાને પડયો માર..!!
વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામે એક શખ્સ દારૂ પીને ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે મહિલાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે આવેલ શક્તિપરા પાસે રહેતી ચંપાબેન ઘનશ્યામભાઈ બાબરીયા ઉ.વ.50 નામની મહિલાએ જ્યંતીભાઈ ગોરધનભાઇ મકવાણા સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે આરોપી ફરિયાદીના ઘર સામે શેરીમાંથી દારૂ પીને નીકળીને ગાળો બોલતો હોય મહિલાએ તેને ગાળો બોલવાની ના પડતા ઉશ્કેરાયેલા આરોપીએ ઘરે જઈને પાઇપ લઈ આવી મહિલા તથા સાહેદને માર માર્યો હતો.બાદમાં આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.