વાંકાનેરમાં વિદેશી દારૂની હેરફેરી કરતા ત્રણ ઝડપાયા

દારૂ, મોબાઈલ, બાઈક મળી કુલ રૂ. 40,000નો મુદામાલ જપ્ત

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા વિસ્તારમાંથી પોલીસે બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સને ઝડપી લીધા છે. પોલીસે ભગીરથભાઇ રાજારામભાઇ દેસાણી (રહે. નવા રાજપરા, બોટાદ), વીપુલભાઇ મંગાભાઇ ઝાપડીયા (રહે.રાજપરા, તા.જી.બોટાદ), રોનકભાઇ રમેશભાઇ ગોંડલીયા (હાલ વઘાસીયા, તા.વાંકાનેર) વાળાને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રૂ. 3000ની કિંમતની 10 વિદેશી દારૂની બોટલ, એક બાઈક અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. 40,000ની કિંમતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓ વાંકાનેર સિટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  • 13
  •  
  •  
  •  
  •  
  •  
    13
    Shares