રાજકોટ: સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતાં સંચાલક સામે પાસાનો કેસ દાખલ કરતી પોલીસ
રાજકોટમાં સ્પાની આડમાં ગોરખધંધા કરનારાઓને પોલીસને ચેતવણી, પકડાયા તો થઈ શકે છે પાસાનો કેસ, સન્ની ભોજાણી સામે પાસાની કલમ ઉમેરાઈ
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે તેઓ રાજકોટ શહેરમાં કોઈ પણ પ્રકાર ની બદી ને ફેલાવવા નહિ દે. રાજકોટ શહેર પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ સ્પા ના સંચાલક વિરુદ્ધ પાસા ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા સની ભોજાણી નામના શખ્સ વિરુદ્ધ પાસા ની કલમ હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા જેલ ખાતે મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સ્પા ની આડમાં કુટણખાનું ચલાવનરા સની ભોજાણી વિરૂદ્ધ પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ હસમુખ ધાંધલીયા ની ટીમને બાતમી મળી હતી કે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ હેવન dream વેલનેસ સ્પા ની આડ માં કુટણખાનું ચાલે છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્પા ના સ્થળે તપાસ હાથ ધરતા ગોરખધંધા થતું હોવાનું સામે આવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંચાલક સની ભોજાણી ધરપકડ કરી હતી.