વાંકાનેર: નાગરિકતા કાયદાના વિરોધમાં વિશાળ રેલી સાથે આવેદન પત્ર આપ્યુ.
ધારાસભ્યની આગેવાનીમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : પ્રાંત અધિકારીને આવેદન આપી નાગરિકતા બીલનો કાયદો રદ કરવાની માંગ કરાઈ…..
વાંકાનેર : વાંકાનેર શહેરમાં આજે નાગરિકતા કાયદાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પીરજાદાની આગેવાનીમાં નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો હતો.બાદમાં રાષ્ટ્રપતિને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં નાગરિકતા કાયદાને રદ અથવા તો સુધારો કરવાની માંગ કરવામા આવી છે.
વાંકાનેરમાં શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરજાદાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નાગરિકતા કાયદાના વિરોધમાં બંધારણ બચાવો રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બંધારણ બચાવો રેલી વાંકાનેર તાલુકા પંચાયત કચેરીએથી શરૂ થઈને જીનપરા રોડ, પ્રતાપ રોડ, માર્કેટચોક, સ્ટેચ્યુ, આંબેડકર ચોક, ભરવાડ પરામાં થઈને બસ સ્ટેશન પાસેથી સેવા સદન ખાતે પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને નાગરિકતા બીલનો વિરોધ કર્યો હતો. સેવા સદન ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને કેન્દ્ર સરકારે પાસ કરેલા નાગરિકતા બીલને રદ કરવાની માંગ કરી હતી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…