Placeholder canvas

ગોંડલ: 15 લાખના મુદ્દામાલ સાથે 10 જુગાર રમતા પકડાયા

ગોંડલ શહેર વિસ્તારમાંથી પોલીસે પાડેલા દરોડામાં પતા પ્રેમી ૧૫ લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાયા.

મળેલ માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે આ પતા પ્રેમીઓને જુગાર રમતા રંગે હાથે પકડી પાડયા છે. રૂપિયા 1504600 રોકડ અને મુદ્દામાલ પકડાયો છે.

આ જુગાર રમતા પકડાયેલા આરોપી મયુરસિંહ દિલીપ સિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ ઝાલા,જયંતિ ભવાન સદડીયા, બ્રિજરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ભરત નાનજી વિરાણી, પિયુષ જેઠા ડેર, રવજી ગોહા કાપડિયા, ગોપાલ મનજી ભેસાણીયા,કિશોર વજસી વરુ, નિલેશ બળવત ગોસ્વામી ની મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો